ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહીતના મહાનુભાવોની હાજરી

શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ની વર્ષ ૨૦૨૫-૨૬ની વાર્ષિક સાધારણ સભા લાઠીના શેખ પીપરિયા ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં સભાસદોએ હાજરી આપી હતી અને મંડળીની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.સભાના પ્રારંભે સંસ્થાના પ્રમુખ ગોરધનભાઈ ગેડીયાએ ઉપસ્થિત સભાસદોનું સ્વાગત કરી મંડળીની વિકાસયાત્રા, નાણાકીય સ્થિતિ તેમજ ભાવિ આયોજન અંગે
વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ મંત્રી રાજુભાઈ સુરાણીએ વર્ષ ૨૦૨૫-૨૬નો અહેવાલ રજૂ કર્યો હતો, જ્યારે ઓડિટ રિપોર્ટ અને વાર્ષિક હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
સભામાં મંડળીની થાપણ, ધિરાણ, વસૂલાત અને નફાકારક કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સભાસદોએ મંડળીના પારદર્શક વહીવટ અને સભાસદલક્ષી અભિગમની પ્રશંસા કરી હતી. સભામાં વિવિધ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભોજલધામ ફતેપુરના મહંત ભક્તિરામ બાપુ, ખોડલધામ નેસડીના મહંત લવજીબાપુ, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ,સાંસદ ભરતભાઇ સુતરિયા, વસંતભાઈ મોવલિયા, બેચરભાઈ ભાદાણી, બી.એલ.રાજપરા,બાવકુભાઈ ઊંધાડ,જેનીબેન ઠુમર, સુરેશભાઈ દેસાઈ, મનીષભાઈ માંગરોળિયા, દકુભાઈ ભુવા,દેવચંદભાઈ કપોપરા,ભાવેશભાઈ રામાણી, અશોકભાઈ ભાદાણી,કાળુભાઈ સુહાગીયા, દયાળભાઈ સંઘાણી, એમ.કે. સાવલીયા, ચતુરભાઈ ખૂટ, કરશનભાઈ ડોબરીયા, ડી.કે.રૈયાણી, રાજુભાઈ માંગરોળીયા, કાંતિભાઈ વધાસીયા, શંભુભાઈ પાંચાણી, ચૂનિભાઈ વાડદોરીયા,મગનભાઈ કોઠીયા, વિનુભાઈ ભાટીયા,રિધેશભાઈ નાકરાણી, અશ્વિનભાઈ ધાનાણી,ભરતભાઈ બોદર, ગુણવંતભાઈ ભંડેરી, રણછોડભાઈ સાબલપરા,વિજયભાઈ દેસાઈ, જયસુખભાઈ દેસાઈ સહિત આગેવાનો અને મંડળીના હોદ્દેદારો, ડિરેક્ટરઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ બટુકભાઈ શીયાણીએ કરી હતી.