અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત‘શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ M.Sc. મહિલા કોલેજ’ની વિદ્યાર્થિનીઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ના M.Sc.(MB) સેમેસ્ટર-૧ ની યુનિવર્સિટી પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પરીક્ષામાં કોલેજે ૧૦૦% પરિણામ મેળવવાની સાથે તમામ વિદ્યાર્થિનીઓએ ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. જેમાં કોલેજ કક્ષાએ ૭૯.૧૭% સાથે દવે તનીશા બી. પ્રથમ, ૭૭.૩૩% સાથે સાનેપરા હસ્તી જે. દ્વિતીય અને ૭૧.૦૦% સાથે ભાદાણી ક્રિષ્પુ પી. તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે. આ ભવ્ય અને ગૌરવપૂર્ણ સિધ્ધિ બદલ સંસ્થા તરફથી તમામ સ્ટાફ, વિદ્યાર્થિનીઓ અને રેન્કર્સને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.









































