ગુજરાત સહિત ૧૦ રાજ્યની ૨૪ બેઠકો પર રાજ્યસભા ચૂંટણી જાહેર થઈ છે. તેમાં ગુજરાતની ૪ બેઠકોનો સમાવેશ થયો છે. ગુજરાતની ૪ બેઠકો પૈકી ૩ બેઠકો પર ભાજપના અને એક બેઠક પર કોંગ્રેસના સાંસદ રિટાયર્ડ થઈ રહ્યા છે. જાકે ગુજરાત રાજ્યસભામાં પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે ક્વોટા મુજબ કોંગ્રેસના ઉમેદવારનું અસ્તિત્વ રહેતું નથી. જાકે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે હારનો સ્વીકાર કરી ઉમેદવારી ફોર્મ નહીં ભરાવવાનો નિર્ણય કર્યો છે.
જાકે ગુજરાત રાજ્યસભામાં દર બે વર્ષે એક તૃતિયાંશ સભ્યો રિટાયર્ડ થતા હોય છે. હાલ ગુજરાત રાજ્યસભાની ૧૧ બેઠકો પર સાંસદો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ૧૧ બેઠકો પૈકી ૪ બેઠકો પરના સાંસદોની મુદ્દત પૂર્ણ થવા જઈ રહી છે. જાકે આ વખતે ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં મતદાન થશે કે કેમ એ અંગે અસમંજસ જેવી સ્થિતિ છે. આમ તો રાજ્યસભા ચૂંટણી સંપૂર્ણપણે ભાજપ તરફી જ છે એ સંખ્યાબળના આધારે સ્પષ્ટ થઈ રહ્યું છે અને એટલે જ આ વખતે કોંગ્રેસની ઉમેદવારી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
ચૂંટણી પ્રક્રિયા અંગે વાત કરતા પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આખી પ્રક્રિયા અંગે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં હાલ ૧૮૨ વિધાનસભા બેઠકો છે અને ચાર રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી આયોજિત થઈ રહી છે. ચાર બેઠકોમાં એક ઉમેરવાથી પાંચ થાય, માટે ૧૮૨ને ૫ વડે ભાગવાથી ૩૬.૪નો આંકડો આવે. આ ૩૬.૪માં ફરી એક ઉમેરવાથી ૩૭ આવે. તેથી રાજ્યસભામાં થનારી ચૂંટણીમાં ચારેય ઉમેદવારોને વ્યક્તિગત રીતે ૩૭ પ્રેફરન્સ વોટ મળવા જાઈએ. જેમાં કોંગ્રેસ પાસે હાલ વિધાનસભામાં ૧૨ ધારાસભ્યોનું જ સંખ્યાબળ છે. એ રીતે જાવા જઈએ તો કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી કરવા પૂરતું સંખ્યાબળ ધરાવે છે તેમ કહી શકાય.
રાજ્યસભામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ૧૦ ધારાસભ્યોની સહી જરૂરી છે. એ દ્રષ્ટિએ કોંગ્રેસ ઉમેદવારી કરવા પૂરતું સંખ્યાબળ ધરાવે છે પરંતુ ઉમેદવારી કર્યા પછી પણ વાત સંખ્યાબળ પર જ આવીને અટકે છે. માત્ર ૧૨ ધારાસભ્યોથી રાજ્યસભા ચૂંટણી જીતવી અશક્ય છે માટે તમામ ૪ બેઠકો બિનહરીફ ભાજપને મળવાનું નિશ્ચિત છે. કેમકે ઉમેદવારી કર્યા પછી પણ હારનો જ સામનો કરવાનો છે એ વાતનો કોંગ્રેસે સ્વીકાર કરી લીધી છે. જેથી હવે રાજ્યસભા ચૂંટણી બિનહરીફ થશે. જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ મતદાન સિવાયની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી ભાજપના બિનહરીફ વિજેતા જાહેર કરી દે તો નવાઈ નહીં. પરંતુ હજી ચૂંટણી ૧૮ જૂને છે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે તે જાવું રહ્યું.









































