શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા ૧૬૦મા ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે સફળતા સાથે સદ્ભાવના ભળે તો જ જીવન સુવાસિત બને છે, અને માણસે હકારાત્મક ભાવ સાથે જીવવું જોઈએ. ‘સફળતા સાથે સદ્ભાવના’ વિષય પર બોલતા આર.બી.સી. સલુન ફર્નીચરના ફાઉન્ડર પ્રકાશભાઈ કચ્છીએ પરિવાર, કર્મચારીઓ અને ગ્રાહકો પ્રત્યેની સદ્ભાવનાને ધંધાના વિકાસની ચાવી ગણાવી હતી. આ પ્રસંગે કચ્છી પરિવાર દ્વારા દાનની જાહેરાત કરાતા સંસ્થા તરફથી તેમનું દાતા ટ્રસ્ટી તરીકે બહુમાન કરાયું હતું.મોરબીના યુવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅનસર ચિંતનભાઈ કોટડીયાએ યુવાધનને ઊંચો ધ્યેય રાખી જોખમ લેવા અને સમસ્યાઓના ઉકેલ લાવવા માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં પ્રો. દિલીપભાઈ વરસાણીએ ગત ગુરૂવારનો વિચાર રજૂ કર્યો હતો, જ્યારે સમગ્ર આયોજનનું સંકલન ભાવેશભાઈ રફાળીયા અને અંકિત સુરાણીએ સંભાળ્યું હતું.











































