અમરેલી જિલ્લાના ખેડૂતોને સુદ્રઢ સિંચાઈ સુવિધા પૂરી પાડવા માટે રાજ્યના ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખોડીયાર સિંચાઈ યોજનાની કેનાલના સમારકામ અને નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
રૂ. ૪૪.૦૯ કરોડના અંદાજિત ખર્ચે ૯૩ કિલોમીટર લાંબી કેનાલના લાઈનીંગ અને સ્ટ્રક્ચરોના આધુનિકીકરણના કામો કુલ ૬ પેકેજમાં હાથ ધરાશે. આ યોજનાથી જિલ્લાના ૧૮ ગામોના ૯,૮૬૪ હેક્ટર સિંચાઈ વિસ્તારને સીધો લાભ મળશે.
પ્રથમ તબક્કામાં મેઇન કેનાલ સંબંધિત પેકેજ-૧, ૨ અને ૩ હેઠળ રૂ. ૧૨ કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે, જ્યારે આગામી સમયમાં માઇનોર કેનાલના પેકેજ-૪ થી ૬ના કામો હાથ ધરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે આ નવીનીકરણથી પાણીનો બગાડ અને લીકેજ અટકશે, જેથી ખેડૂતોને સમયસર પાણી મળતા કૃષિ ઉત્પાદન વધશે.
આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો અને સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરઉપસ્થિત રહ્યા હતા.







































