સુરતમાં ઉત્રાણ પોલીસે મોટા વરાછા વિસ્તારની સીટી પેલેસ હોટેલમાં લાંબા સમયથી ચાલતા દેહ વેપારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ઓપરેશન દરમિયાન બે વિદેશી યુવતીઓને રેસ્ક્યુ કરી છે અને મુખ્ય આરોપી સહિત પાંચ જણની ધરપકડ કરી છે. પોલીસને મળેલી ખાસ માહિતીના આધારે ઉત્રાણ પોલીસે સીટી પેલેસ હોટેલ પર દરોડો પાડ્યો હતો. હોટેલમાં વિદેશી યુવતીઓને રાખીને ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી. આ ગેરકાયદેસર ધંધો વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતો હતો.
સુરત પોલીસે માનવ તસ્કરી અને દેહવ્યાપારના ગેરકાયદે રેકેટ સામે મોટી કાર્યવાહી કરતાં બે થાઈ નાગરિક યુવતીઓને એક હોટેલમાંથી મુક્ત કરાવી છે.આ ઓપરેશન દરમિયાન પોલીસે મુખ્ય સંચાલક જાનીલ ઉર્ફે જેડી કેવડીયા સહિત અનેક લોકોને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં હોટેલ સંચાલકો દીક્ષિત ગોહિલ અને કૌશિક મકવાણા, એક વિઝા કન્સલ્ટન્ટ તેમજ ટેક્સટાઈલ વ્યવસાયીઓ સહિતના કેટલાક ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે.તપાસ દરમિયાન પોલીસે રોકડ અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૧.૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ હવે આ રેકેટમાં સામેલ અન્ય લોકો, વિદેશી યુવતીઓને ભારતમાં લાવવાના નેટવર્ક અને તેની પાછળના આંતરરાષ્ટÙીય કનેક્શન અંગે વધુ તપાસ કરી રહી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હોટેલને દેહ વેપારના ધંધા માટે ખાસ રીતે વાપરવામાં આવતી હતી. વિદેશી યુવતીઓને વિઝા અને અન્ય માધ્યમો દ્વારા લાવવામાં આવતી હતી. વિઝા કન્સલ્ટન્ટની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. ટેક્સટાઈલ વ્યવસાય સાથે જાડાયેલા કેટલાક ગ્રાહકો પણ આ ધંધામાં સામેલ હતા.








































