સાવરકુંડલા શહેરના પારેખવાડીમાં રહેતા દયાબેન,મહેશભાઈ, ઘનશ્યામભાઈ પોતાના ઘરે ચા બનાવવા માટે ગેસનો ચૂલો શરૂ કરતા અચાનક આગનો ભડકો થયો હતો. આ દુર્ઘટનામાં દયાબેન હાથે અને પગે દાઝી ગયા હતા. ત્યારબાદ ગેસ રિપેર કરવા માટે કારીગરને બોલાવવામાં આવ્યા હતા. રિપેરિંગ કરી ફરીથી ચૂલો શરૂ કરવાનો પ્રયાસ કરતા ગેસ લીકેજના કારણે જોરદાર ભડકો થયો હતો, જેમાં રિપેર કરનાર યુવાન પણ મોઢા અને હાથ-પગના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. ગેસ લીકેજના કારણે બે લોકો દાઝી જતા ચકચાર મચી છે.