લાઠીના કેરીયા ગામે ઘરના ફળિયામાંથી બાઈકની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. જગદીશભાઇ ધીરૂભાઇ ગામી (ઉ.વ. ૪૫)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યો ચોર શખ્સ તેમના ઘરના ફળિયામાં પ્રવેશ કરી ત્યાં પાર્ક કરેલું બાઈક ચોરીને ફરાર થઈ ગયો હતો.
સુરત પાસિંગના આ બાઈકની કિંમત અંદાજે રૂ. ૩૦,૦૦૦ આંકવામાં આવી છે. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. ડોડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































