સોમનાથ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં ધારીના અયાન નિજારભાઈ ચાવડાએ ગોલ્ડ મેડલ મેળવી ધારી શહેર અને ચાવડા પરિવારનું ગૌરવ વધાર્યું છે. ૧ અને ૨ મે દરમિયાન ‘ઓલ ગુજરાત વાડો કાઈ કરાટે ડુ એસોસીએશન’ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી અંદાજે ૬૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
અયાને ેં-૯ કેટેગરીમાં કુમિતે (ફાઈટ) વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેને ‘યથા આર્ટ એકેડમી – ધારી’ના કોચ મહેતર હદીસા અને મેહતા રિધ્ધિ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ સિધ્ધિ બદલ તેને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા છે. પુત્રની આ સફળતાથી પત્રકાર નિજારભાઈ ચાવડાના પરિવાર અને પંથકમાં ખુશીનો માહોલ છે.