અમરેલી શહેરના આંગણે સહકાર પરિવાર દ્વારા ભોજલરામ બાપાની મઢૂલી ખાતે પરમ પૂજ્ય ભોજલરામ બાપાના પ્રાગટ્ય મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ અવસરે ભગવાન સત્યનારાયણ દેવની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભોજલરામ બાપાની પ્રતિમાને હાર પહેરાવીને ભાવપૂર્ણ વંદન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો દ્વારા સમૂહ આરતી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પવિત્ર પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સમાજ અગ્રણીઓ કાળુભાઈ કાછડીયા, કાંતિભાઈ વઘાસીયા અને નિકુંજભાઈ સાવલીયાએ પણ હાજરી આપી હતી. વહીવટી ક્ષેત્રેથી અમર ડેરીના એમ.ડી. ડો. આર.એસ. પટેલ અને ડિરેક્ટર ભાવનાબેન ગોંડલીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચંદુભાઈ રામાણી, રાજેશભાઈ માંગરોળીયા, પિયુષભાઈ શુક્લ, ઘનશ્યામભાઈ રૈયાણી, ભરતભાઈ બાવીશી, ઘનશ્યામભાઈ ત્રાપસીયા, નિમેષભાઈ બાંભરોલીયા અને રાજેશભાઈ ગઢીયા સહિતના અનેક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહીને આ ધાર્મિક ઉત્સવની શોભા વધારી હતી. આ કથા પૂજનના કાર્યમાં મુખ્ય યજમાન તરીકે કિશનભાઈ સંઘાણીએ સહપરિવાર ધર્મકાર્યનો લાભ લીધો હતો, તેમ અખબારી યાદીના અંતમાં જણાવવામાં આવ્યું છે.










































