બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી મનુભાઈ નાજાભાઇ સેલાર લાંબા સમયથી ફરાર હતો. આરોપીએ બે માસ પૂર્વે ફરિયાદીની રૂ. ૫,૫૦,૦૦૦/- ની કિંમતની ફોર્ડ ઇકોસ્પોર્ટ ગાડી તેમની જાણ બહાર અન્ય વ્યક્તિને વેચી ગુનો આચર્યો હતો. અમરેલી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી આરોપીને રાધેશ્યામ ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.