અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા એપ્રિલ ૨૦૨૬ની સાહિત્ય ગોષ્ઠિ બેઠક શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્રના રમાબેન પંડ્યા હોલમાં યોજાઈ હતી. બેઠકનું પ્રેરણાસ્રોત પ્રમુખ મનીષાબેન પંડ્યા અને વરિષ્ઠ કવિ ઉમેશભાઈ જોષી રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પરેશ મહેતાએ કરી અને સાહિત્યિક સર્જન માટે સૌને આમંત્રણ આપ્યું. કેતન જોષીએ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કર્યા. રવજીભાઈ કાચા અને નિધિબેન મહેતાની વિશેષ હાજરી રહી.ગોષ્ઠિમાં વાર્તા પઠન, કાવ્ય પાઠ અને સાહિત્ય સંવાદની રસપ્રદ રજૂઆતો થઈ. વિવિધ સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી અને ભાવકો સાહિત્યિક માહોલમાં તરબોળ થયા. અંતે આયોજકો દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો અને બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ.









































