ધોરાજી તાલુકા પંચાયતની પંદર અને જિલ્લા પંચાયતની બે બેઠકો માટે રવિવારે યોજાનારા મતદાન પૂર્વે તંત્ર સજ્જ બન્યું છે. ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતેના ડિસ્પેચિંગ સેન્ટર પરથી પોલિંગ સ્ટાફ ઈવીએમ મશીનો અને જરૂરી સાહિત્ય સાથે બસો દ્વારા નિયત મથકો પર પહોંચી રહ્યો છે. નાયબ કલેકટર તરખાલા, મામલતદાર બારોટ અને તાલુકા વિકાસ અધિકારીની સીધી દેખરેખ હેઠળ સમગ્ર કામગીરી આટોપવામાં આવી રહી છે. મતદાન આડે હવે ગણતરીના કલાકો બાકી હોવાથી વહીવટી સ્ટાફમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.










































