અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુંણકી ગામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૫ લાખના ખર્ચે ‘સુવિધાપથ’ સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો છે. ધારાસભ્ય જનક તળાવીયાની સતત રજૂઆતોના પરિણામે લુંણકીથી વાંડળીયા રોડને જોડતા આ નવા માર્ગનું નિર્માણ થશે. વર્ષોથી ખરાબ રસ્તાઓને કારણે ગ્રામજનો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન ખેતી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સેવાઓમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ આધુનિક રોડ મંજૂર થતા જ સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે. ગામના અગ્રણીઓએ આ વિકાસકાર્ય બદલ ધારાસભ્યનો આભાર માન્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી એ તેમની પ્રાથમિકતા છે અને આ રોડથી ગામના વિકાસના નવા દ્વાર ખુલશે.








































