બનાસકાંઠા પોલીસના ‘ઓપરેશન દેવ’માં એક એવો ખુલાસો થયો છે જે સાંભળીને તમે હચમચી જશો. તેલંગાણાની ખતરનાક ‘મુરગન ગેંગ’ આઇવીએફ સેન્ટરોમાં આવતા નિઃસંતાન દંપતીઓને ટાર્ગેટ કરી નવજાત બાળકોનો સોદો કરતી હતી. પોલીસે આ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર સહિત ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠાના વડગામના ધનપુરાથી શરૂ થયેલી એક બાળકના અપહરણની તપાસમાં પોલીસે છેક તેલંગાણા અને આંધ્રપ્રદેશ સુધીના તાર જાડ્યા છે. તેલંગાણાનો કુખ્યાત મુરગન અને તેની પત્ની સુરાક્ષી મળીને છેલ્લા ૪ વર્ષથી આ કાળો કારોબાર ચલાવતા હતા. આ ગેંગ એટલી શાતિર હતી કે માત્ર ૨૪ થી ૪૮ કલાકની અંદર જ નવજાત શિશુને વેચી દેવામાં આવતું હતું.
આ કેસમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો આરોપીઓના લોકેશન મેળવવાનો. પરંતુ ટેકનોલોજીના યુગમાં પોલીસે પણ હથિયાર બદલ્યા છે. પીઆઈ ડી.એમ. રાઠોડ અને તેમની ટીમે છૈં ટેકનોલોજી અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્‌સનો ઉપયોગ કરી આરોપીઓને ટ્રેસ કર્યા. આરોપી શૈલેષના મોબાઈલમાંથી નવજાત શિશુઓ જ નહીં, પણ સગીરો અને પુખ્ત વયની મહિલાઓના ફોટા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલમાં મુરગન સહિત ૩ આરોપીઓ જેલના સળિયા પાછળ છે, પરંતુ આ રેકેટ હજુ કેટલું ઊંડું છે તે તપાસનો વિષય છે. શું આ નેટવર્ક પાછળ કોઈ મોટી હોસ્પિટલો કે ડોક્ટરોની સંડોવણી છે? પોલીસે આ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાળકને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પરંતુ આ કળિયુગમાં એ જ ભગવાનના રૂપનો સોદો લાખો રૂપિયામાં થતો હતો. બનાસકાંઠા પોલીસની આ સતર્કતાને કારણે અનેક પરિવારોના ચિરાગ ઓલવાતા બચ્યા છે.
મુખ્ય આરોપીઓ
બોદાશુ નાગારાજ ઉર્ફે મુરગનઃ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, જે તેલંગાણાનો રહેવાસી છેકાસરાપુ તિરૂપથી મલ્લાહઃ તેલંગાણાના કરીમનગરનો એજન્ટ,કેલેટી ગંગાધર ગંગારાજનઃ તેલંગાણાના કરીમનગરનો એજન્ટ,
અગાઉ પકડાયેલા અને સંડોવાયેલા અન્ય આરોપીઓ શૈલેષભાઈ લાલુભાઈ ગમારઃ રહે. મેપડા, વડગામ (મૂળ રહે. વાઘેર, દાંતા). તેના મોબાઈલમાંથી જ શિશુઓ અને સગીરોની વિગતો મળી આવી હતી.,પાબુ ઉર્ફે બાબુ મુગાભાઈ ભગોરાઃ રહે. ખાપરા, તા. અમીરગઢ.,સુરાક્ષીઃ મુખ્ય સૂત્રધાર મુરગનની પત્ની, જે આ રેકેટમાં સક્રિય રીતે સંડોવાયેલી હતી. અન્ય એજન્ટો (જેમના નામ તપાસમાં ખૂલ્યા છે),કવિતા પ્રતાપસીંગ અમરસિંગ જાદવઃ મુંબઈની એજન્ટ,રૂષી (આર. કે. શર્મા)ઃ દિલ્હીનો એજન્ટ,અલ્લાડી સિંકદરાબાદ, હૈદરાબાદ તથા શિવા