કોડીનારમાં તા. ૧૯ના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. બ્રહ્મપુરી ખાતે સવારે વિશેષ પૂજા, મહાઆરતી અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.બપોરે ૪ વાગ્યે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે, જેમાં ‘જય પરશુરામ’ના જયઘોષ સાથે ભાવિકો ઉમટી પડશે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સાંજે આરતી અને સમૂહ મહાપ્રસાદનું આયોજન રહેશે.આ આયોજન માટે બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનો તૈયારીઓમાં વ્યસ્ત છે. શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.