ચલાલામાં ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ ઉત્સાહભર્યા પ્રસંગે યુવાનો, વડીલો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. સમગ્ર વાતાવરણ જય ભીમના નાદ સાથે ગુંજી ઉઠ્‌યું હતું અને ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.