રાજુલા શહેરમાં ચૈત્ર વદ અગિયારસના પવિત્ર દિવસે જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યાત્રા હવેલીથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો, ટાવર ચોક અને એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ફરી હતી.સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને વૈષ્ણવજનો દ્વારા વિવિધ સ્થળોએ ઠંડુ પાણી, શરબત તેમજ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક સ્થાનિક વેપારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.










































