શહેરની રોણાજ ચોકડી પાસે ચશ્માના વેપારી અવતારસિંહ જગજીતસિંહ પર તલવાર અને પાઈપ જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરનાર પાંચ શખ્સોને કોડીનાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પી.આઈ. એન.વી. હરિયાણીના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં પ્રેમસિંગ બાવરી, અમિતસિંગ બાવરી, કમલસિંહ ટાંક, તિલકસિંહ ટાંક અને અર્જુનસિંહ નામના પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને શહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું. ગુનેગારોમાં ફફડાટ ફેલાવનારી પોલીસની આ કડક કાર્યવાહીની શહેરના નાગરિકોએ આવકારી છે.










































