કાગદડી ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. ખેતરની વાડીએ પાણીના ટાંકામાં નહાવા પડેલા એક શખ્સનું દોરડું તૂટી જતાં પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું હતું. મીઠાપુર (નક્કી) ગામના લાલજીભાઇ પાંચાભાઇ માથાસુળીયાએ જાહેર કર્યા મુજબ, કાગદડી ગામની સીમમાં આવેલી અને ભાગવી રાખેલી વાડીમાં આ અકસ્માત સર્જાયો હતો. મૃતક હમીરભાઇ લાલજીભાઇ માથાસુળીયા વાડીમાં આવેલા પાણીના ટાંકામાં નહાવા માટે ઉતર્યો હતો. ઊંડા પાણીમાં સુરક્ષા માટે તેણે છાતીના ભાગે દોરડું બાંધ્યું હતું, પરંતુ કમનસીબે નહાતી વખતે છાતીએ બાંધેલું આ દોરડું અચાનક તૂટી ગયું હતું. દોરડું તૂટી જતાં તે સંતુલન ગુમાવી બેઠો હતો અને ટાંકાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી ડી વાળા વધુ તપાસ કરી રહ્યા છે. લાઠીના સરકારી પીપળવા ગામે રહેતા કાનાભાઇ વિહાભાઇ આલ એ જાહેર કર્યા મુજબ, રાહુલભાઇ કાનાભાઇ આલએ કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે દોરડા વડે ગળા ફાસો ખાઇ લેતા મરણ પામ્યા હતા.










































