અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને પાટણની આરટીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે પરિસર ખાલી કરાવીને ર્લનિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ ટેસ્ટની રોજિંદી કામગીરી અટકાવી દેવાઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી, જોકે સદનસીબે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. વધુ એક વખત ધમકીથી તંત્ર દોડતું થયું હતું.