બગદાણા વિવાદનું કેન્દ્ર રહેલા નવનીત બાલધિયા ફરી ચર્ચામાં આવ્યા છે. નવનીત બાલધિયા રાજકીય સફર શરૂ કરી કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. અમિત ચાવડાએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં તેમનો પ્રવેશ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજી થોડા સમય પહેલા જ નવનીત બાલધીયા પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં લોક સાહિત્યકાર માયા આહિરના દીકરા જયરાજ પર હુમલો કરાયાનો આરોપ લાગ્યો હતો. આ પ્રકરણમાં સરકારે સીટની રચના કરી હતી. સીટની રચના બાદ માયાભાઈ આહિરના દિકરાની ધરપકડ થઈ હતી.
આ મહિનાની શરૂઆતમાં બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનાને સમગ્ર કોળી સમાજે વખોડી હતી. જેના બાદ રાજ્યભરમા કોળી સમાજના આગેવાનો અને લોકો ન્યાય માયે રસ્તા પર ઉતર્યા હતા. આ મુદ્દે સંમેલન પણ યોજાયા હતા. છેક ગાંધીનગર સુધી કોળી સમાજ પહોંચ્યો હતો. નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે કોળી સમાજની એકતા જાવા મળી હતી.
કોંગ્રેસમાં જાડનારા નવનીત બાલધીયાએ કોંગ્રેસમાં જાડાતા જ નવનીતે ચૂંટણી લડવાની ઈચ્છ વ્યક્ત કરી. તેઓએ કહ્યું કે, નેતૃત્વ કહેશે તો ચૂંટણી પણ લડીશ. ભાજપના ત્રાસથી અનેક અત્યાચાર થયા છે. ભાજપના ત્રાસથી હું આજે કોંગ્રેસ સાથે જાડાયો છું. મારા કેસમાં જે ડ્ઢઅજીઁ હતા તેમને અન્ય જગ્યાનો ચાર્જ આપ્યો. આ સાથે જ ન્યાય ના મળ્યો હોવાનો પણ નવનીત બાલધિયાએ દાવો કર્યો. ત્યારે હવે નવનીત બાલધિયાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ઉતારે તો નવાઈ નહિ.