ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. કમિશને જણાવ્યું છે કે આ મહિને યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટે મતદાનના દિવસોમાં તમામ કર્મચારીઓને પેઇડ રજાનો લાભ મળશે. આ નિર્ણયથી કોઈપણ વેપાર, વ્યવસાય અથવા ઔદ્યોગિક સંસ્થામાં કામ કરતા તમામ લોકોને ફાયદો થશે. આમાં દૈનિક વેતન અને કામચલાઉ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચે પોતાની પ્રેસ નોટમાં, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૧૩૫બીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર ધરાવતી કોઈપણ સંસ્થામાં કામ કરતા કોઈપણ કર્મચારીને મતદાનના દિવસે રજા આપવામાં આવશે. આ રજાના બદલામાં કર્મચારીના પગારમાં કોઈ કાપ મૂકી શકાશે નહીં.
ચૂંટણી પંચનો આ આદેશ આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ પર લાગુ થશે. આ જ નિયમ છ રાજ્યોઃ ગોવા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ પર લાગુ થશે. પંચે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા નોકરીદાતાઓને દંડ કરવામાં આવશે.
મતદાનની તારીખો અંગે, આસામ, કેરળ, પુડુચેરી, ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ૯ એપ્રિલે મતદાન થશે. તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટÙમાં ૨૩ એપ્રિલે મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ અને ૨૯ એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે. આ બધા રાજ્યોમાં ચૂંટણી પરિણામો ૪ મે, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે.
આયોગે તેમના મતવિસ્તારની બહાર કામ કરતા કર્મચારીઓ માટે પણ પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. જા કોઈ કર્મચારી તેમના મતવિસ્તારની બહાર કોઈ ઔદ્યોગિક અથવા વાણિજ્યક સંસ્થામાં કામ કરે છે, તો પણ તેમને મતદાન કરવા માટે ચૂકવણીની રજા મળશે. એકમાત્ર શરત એ છે કે તેઓ તે મતવિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલા હોવા જાઈએ.
ચૂંટણી પંચે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોને આ સૂચનાઓનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે જેથી બધા મતદાતાઓ કોઈપણ અસુવિધા વિના તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે.










































