અમરેલીના જેસીંગપરા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આવતીકાલ તા.૧ને બુધવારના રોજ બપોરના ૧રઃ૦૦ કલાકે અનાવરણ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, નગરપાલિકા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જયારે સંદિપ માંગરોળીયા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિમાના અનાવરણ પ્રસંગે ખાસ ઉપÂસ્થત રહેવા શહેરીજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.







































