અમરેલીમાં હિન્દી વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર, કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ ખાતે આજે જિલ્લા શિક્ષણાધિકારી મનહરસિંહ ગોહિલનું સન્માન અમરેલી જિલ્લા હિન્દી રાષ્ટ્રભાષા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આચાર્ય સંવર્ગના અધ્યક્ષ રામભાઈ કેશવાલા, ગુજરાત પ્રાંતના મનીષભાઈ સિધ્ધપરા, માધ્યમિક વિભાગના અધ્યક્ષ ભરતભાઈ મકવાણા, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના નિયામક પ્રફુલાબેન ઘોઘલિયા, કો-ઓર્ડીનેટર રમણભાઈ ડામોર, સુરેશભાઈ વાવલીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી મનહરસિંહ ગોહિલ, મનીષભાઈ સિધ્ધપુરા, માનસિંહભાઈ વાળાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપાબેન ગોહિલએ કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સારસ્વતોએ જહેમત ઉઠાવી હતી.








































