અમરેલીની જાણીતી શૈક્ષણિક સંસ્થા શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યના ૧૦૦૦ વિદ્યાર્થીઓના મેરીટ લિસ્ટમાં સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. શાળાના ગુજરાતી માધ્યમમાં ધોરણ-૬માં અભ્યાસ કરતા આદ્રેજા દિવ્યાંસ ઉદયભાઈએ ૧૨૦માંથી ૧૦૧ ગુણ મેળવી અમરેલી તાલુકામાં પ્રથમ ક્રમ સાથે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.
આ સફળતા પાછળ વિદ્યાર્થીનો પરિશ્રમ, શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને સંસ્થાના સહકારનો મહ¥વનો ફાળો રહ્યો છે.








































