સરખડી મંડળ તથા આસપાસના ગામોના હિન્દુ સમાજના સહયોગથી “હિન્દુ સંમેલર્ન સરખડી મંડળ” નું આયોજન રામનવમી ના રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોલ, કાજ, તા. કોડીનાર ખાતે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે ફળાહારી બાપુ (જૂનાકાજ હનુમાન મંદિર)ના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે અરસીભાઈ બી. વાળા (મુ. સરખડી) ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે અરવિંદભાઈ વંશ (બાલ પ્રમુખ, ગીર સોમનાથ જિલ્લો)એ હિન્દુ સમાજને સંગઠિત રહેવા, યુવાનોને સંસ્કાર સાથે આગળ વધવા અને કુટુંબ તથા સમાજ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રેરણા આપી હતી. આ સંમેલનમાં દામલી કડોદરા, સરખડી, બાવાના પીપળવા, માલશ્રમ, કાજ, નાનાવાડા, વેલણ, કોટડા અને માઢવાડ ગામોના હિન્દુ સમાજના લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.








































