ઉનાળુ મગફળી: મગફળીના પાનનાં ટપકાનાં નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ ૨૬ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૧૦ મીલી ૧૦ લીટર પાણીમાં નાંખી બે કે ત્રણ છંટકાવ કરવા.
ખાસ કરીને ફુલ આવવા અને સુયા બેસવા અને ડોડવાનો વિકાસ થવો આ અવસ્થાએ અવશ્ય પિયત આપવું.
મગ (ઉનાળુ): ઉનાળુ મગને કુલ ૭ પિયત આપવાથી વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે
ઉનાળુ તલ વાવેતરનાં ફાયદાઃ
૧) ચોમાસુ તલ કરતા ઉનાળુ તલનું ઉત્પાદન વધુ મળે છે.
૨) નિયમિત પિયત પાણી મળવાથી પાકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.
૩) ઉનાળુ તલમાં રોગ / જીવાત ઓછા પ્રમાણમાં આવે છે,
૪) પ્રકાશ સંશ્લેષણ માટે પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે છે અને પુષ્કળ પ્રમાણમાં મધમાખીની આવન જાવનથી પરાગનયનની પ્રક્રિયા સારી થવાથી બૈંઢા પુષ્કળ સંખ્યામાં બેસે છે.
૫) ઉનાળુ તલમાં દાણાં એક સરખા અને ભરાવદાર થવાથી ગુણવત્તા સારી મળે છે.
(ઉનાળુ બાજરી) તલછારોઃ
• બાજરીના પાકમાં ધરૂ અવસ્થાએ જો આ રોગનો ઉપદ્રવ થાય તો છોડની ફૂટ વધે છે જેનાથી છોડ સાવરણી જેવો દેખાય છે. રોગનો ઉપદ્રવ જો ડુંડા અવસ્થાએ થાય તો ડુંડા આખામા અથવા અડધા ભાગમા દાણા બેસતા નથી અને દાણાની જગ્યાએ ગોળ વાંકડીયા વાળ જેવી લીલી ફૂટ જોવા મળે છે. તેના હનયાંત્રણ માટે ડીનોકેપ ૪૮ ઇર્સી. ૫ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છાંટકાવ કરવો
• લીલી ઈયળના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ, કવીનાલફોસ કે ઇન્ડોકસાકાબનો છંટકાવ કરવો.
• બાજરાનો પાક જયારે ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્યારે હાથથી નિંદણ રોગવાળા અને જીવાત લાગેલ છોડ ઉપાડીને દૂર કરવા, બાજરાના પાકમાં નિંદામણના નિયંત્રણ માટે અને જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહે તે માટે સમયસર આંતરખેડ કરવી ખાસ જરૂરી હોય છે
મકાઈઃ તલછારોઃ
• મકાઈના પાકમાં આ રોગની શરૂઆતમાં નીચેના પાન પરની નસો સાંકડી, પીળાશ પડતા બદામી રંગની અને પાનને સમાંતર પટ્ટીઓના રૂપમાં જોવા મળે છે જે સમય જતાં ભૂખરા કે લીલાશ પડતા રંગની થઈ જાય છે.તેના નિયંત્રણ માટે ડીનોકેપ ૪૮ ઇસી. ૫ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો
ડુંગળીઃ
• ડુંગળીના બીજ ઉત્પાદન માટેના લોથાની કાપણી ૧૦૦% લોથામાં કાળા ડુંગળીના બીજ દેખાય ત્યારે કરવી.
• પરિપકવ બીજના લોથા વાઢી બાકીના લોથા જેમ જેમ પરિપક્વ થાય તેમ તેમ વાઢતાં રહેવું.
શેરડીઃ
• સ્કેલ જીવાતનું પ્રમાણ અંકુશમાં રાખવા માટે પાક છ માસનો થાય ત્યારે એક માસના અંતરે બે થી ત્રણ વખત સુકી પતરી કાઢી નાખી સાંઠા ખુલ્લા રાખવા.
શેરડીમાં જૈવિક નિયંત્રણ
• વેધકોના ઈંડાના ૫રજીવી ટ્રાયકોગામા ચીલોનીસ તથા ટ્રાયકોગામા ખેતરમાં છોડવા.
• એપીરીકેનીયા મેલાનોલ્યુકા ના ૧૦૦૦૦૦ ઈંડા અથવા ર૦૦૦ કોશેટા પ્રતિ હેકટર છોડવાથી પાયરીલાનું ૧૦૦ ટકા નિયંત્રણ કરી શકાય.
• સફેદ માખીના ઈંડા તેમજ બચ્ચાને ખાનારા દાળીયા કિટકો જેવા કે સેરેન્જીયમ પારસેસીટોઝમ, મેનોચીલસ સેકસમેકયુલેટસ, બુમોઈડસ સુચુરાલીસ ૫રભક્ષી કરોળીયા તથા કેટલીકવાર ક્રાયસોપા ૫ણ જોવા મળે છે. ત્યારે દવાનો છંટકાવ મુલતવી રાખવો જોઈએ.
• શેરડીની ભીંગડાવાળી જીવાત ૫ર નભતા ૫રભક્ષી દાળીયા કિટકો જેવા કે કાયલોકોરસ નીગ્રીરસ, ફેરોસીમ્ન્સ હોર્ની અસરકારક જોવા મળે છે.
• ડાયફા એફીડીવોરા, માઈક્રોમોસ ઈગોરોટસ તથા સીરફીડ ફલાય જેવા ૫રભક્ષી શેરડીની વ્હાઈટ વુલી એફીડ ઉ૫ર ખુબજ અસરકારક માલુમ ૫ડેલ છે.
• મગ, અડદ તથા ચોળીના વાવેતર કરેલ પાકમાં ચુસીયા પ્રકારની જીવાત જણાય તો તેમજ મોજેક વાયરસનો રોગ જણાય તો મગફળી પાકમાં જણાવ્યા મુજબ શોષક પ્રકારની કોઇપણ એક દવા જરૂર મુજબ છાંટવી.
• કઠોળપાકમાં ભૂકીછારાનાં નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૧૦ મીલી ૧૦ લીટર પાણીમાં નાખી ૧૫ દિવસનાં અંતરે બે છંટકાવ કરવા
• કઠોળ પાકોમાં કાલવ્રણ રોગના લક્ષણો પાન તેમજ શિંગો પર જોવા મળે છે. પાન તેમજ શિંગો પર રતાશ પડતા ઘેરા રંગના ગોળ ટપકાં પડે છે. રોગની તિવ્રતા વધતા તે ઘાટા કથ્થાઈ રંગમાં પરિવર્તન પામે છે આવા અસંખ્ય ટપકાં એકબીજા સાથે ભેગા થતા ધીમે ધીમે તે બીજને પણ નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ મેન્કોઝેબ અથવા તે મુજબ નો છંટકાવ કરવાથી કાલવ્રણ રોગનું નિયંત્રણ થાય છે
શાકભાજી: તલછારોઃ
• વેલાવાળા શાકભાજીના પાકોમાં તળછારા રોગને લીધે છોડની વૃધ્ધિ અટકી જાય છે. છોડમાં ફળ ઓછા બેસે અને કદમાં નાના રહે છે. ગુવાર, વાલ, વટાણામા વિકાસ બરાબર થતો નથી. તેના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫% વે. પા. ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫% વે. પા. ૨૫ ગ્રામ ૧૦ લીટર પાણીમા નાખી છંટકાવ કરવો
ડુંગળી:
• ડુંગળીમાં બાફીઓ રોગ (પોચો પડવો) જમીનમાં રહેલ કંદ પોચો પડી જાય, દુર્ગંધ મારે ત્યારે ત્રણ કારણો છે ૧. જીવાત જેવીકે થ્રીફસ ૨. બેક્ટેરીયલ રોગ ૩. નેમેટોડ ( કૃમિ) વાયર વોર્મ સફેદ રંગની ઈયળ કંદ જોવા મળે.શરૂઆતમાં નુકશાન થાય ત્યારે ચોમાસું ડુંગળીમાં ૧.૫ થી ૨. મહિના ની થાય ઉપરથી પાન વળી જલેબી આકાર નાં થાય, કંદ ૨ મહિનાના થાય ત્યારે ખેંચો તો કંદ પોચો અને દુર્ગંધ મારતો હોય છે. આવુ થવાનું કારણ ૧.વધુ પિયત આપવું,૨. નાઈટ્રોજનયુક્ત ખાતરો વધુ વાપરવા,૩. તાપમાનમાં ફેરફાર થવાનું કારણ ૪. વારંવાર એકજ પડામાં વાવેતર,
• આ માટે ધરુવાડીયામાં એરંડી અથવા લીમ્બોલીનો ખોળ પાયામાં આપવું.ખાતરીબંધ બિયારણ વાપરવું. EPN એન્ટોમોપોથેજેનિક નેમેટોડસ (EPN ) નો ૧૫ થી ૨૦ દિવસનો રોપ થાય ત્યારે ૧ એકરમાં ૧ કિલો દ્રેન્સિંગ અથવા ૩૦ દિવસે પમ્પમાં ૫૦ ગ્રામનો ઘાટો સ્પ્રે કરવો. જીવાત માટે શોષક પ્રકારની દવા ઈમીડાક્લોપ્રીડ
તેમજ પ્રોફેનોફોસ, ફૂગ માટે હેક્ઝાકોનાઝોલ ૨૦ મિલી / પંપ અથવા કર્બાડીઝમ + મેન્કોજેબ ૩૫ ગ્રામનાં મિશ્રણની દવાનો ઉપયોગ કરવો. ઈયળ માટે કર્બાફ્યુરાન ૧ એકરમાં ૨.૫ કિલો પાયામાં આપવું, નેમેટોડ માટે પેસીલોમાયસિલ ૧ એકરમાં ૧ કિલો પાક ફેરબદલી વખતે આપવું. પાકની ફેરબદલી , ધોરિયામાં દેસી ગલગોટા નું વાવેતર કરવું
બીડી તમાકુ:
• વાવેતર બાદ ૧૬૦ થી ૧૮૦ દિવસે પાકી જાય છે. તેની કાપણી ત્રણ રીતે થાય છે.
• ૧) છૂટક પાન પાડીને: સારા બુટ્ટા વાળા પાકા પાન તોડી જમીન પર ૩ થી ૪ દિવસ ઉંધા સૂકવવા.
• ૨) ધુધરો પધ્ધતિ: પાકટ પાન છોડ પરથી સોરીને
• ૩) આખા છોડને કાપીને:પાકટ છોડને થડમાંથી દાતરડાથી કાપીને
• પીલા દર અઠવાડિયે કાઢતા રહેવા
(બાગાયતીપાકો) અવરોહ
મૃત્યુઃ
• આંબો અને લીંબુ જેવા ફળપાકોમાં આ રોગ પાકની કોઈપણ અવસ્થાએ જોવા મળે છે. અવરોહ મૃત્યુના રોગમાં આાંબાના જૂના ઝાડની નાની ડાળીઓ ઉપરથી નીચેની તરફ સુકાતી જોવા મળે છે. રોગીસ્ટ ડાળીના તમામ પાન ખરી પડે છે. ઝાડ જાળથી દાજી ગયુ હોય તેવું દેખાય છે. નવી ડાળીઓમાં ઊભી તિરાડ જોવા મળે છે. તેમાંથી ગુંદર જેવો પદાથ બહાર નીકળી આવીને ર્સુકાઈ જાય છે. લીંબુના ૫ થી ૬ વિકના ઝાડમાં ટોચની કુમળી ડાળીઓ પ્રથમ સુકાવા લાગે છે જે ધીમે ધીમે નીચે તરફ પ્રસરે છે. સમય જતાં આખી ડાળી સંપૂણ પણે સુકાઈ જાય છે. અવરોહ
મૃત્યુ રોગનો ફેલાવો અટકાવવા માટે આાંબાની કલમ બનાવવા માટે રોગમુકત ડાળીઓની પસંદગી કરવી. આાંબા, લીંબુ અને ગુલાબની રોગીષ્ટ ડાળીઓની છાંટણી (પ્રુશનાંગ) કર્યા બાદ કાપેલ ભાગ પર બોડોપેસ્ટ અથવા કોપર ઓકઝીકલોરાઈડમાંથી બનાવેલ પેસ્ટ લગાવવી. ડાળીઓ કાપ્યા બાદ બોડો મિશ્રણ (૧%) અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૫૦% વે.પા. (૩૦ ગ્રામ / ૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો.
કેળ:
• તૈયાર લુમને ગરમી ન લાગે તે માટે પાનથી ઢાંકવી.
• કૃમિ નિયંત્રણ માટે ર૦ થી રપ ગ્રામ કાર્બાફ્યુરાન રોપણી વખતે અને રોપણી બાદ ૪ માસે આપવું.
જામફળઃ
• બહારની માવજત: જુન માસમાં મૃગ બહારની માવજત લેવા માટે ફળો ઉતાર્યા બાદ ફેબ્રુઆરી થી મે માસ સુધી પાણી બંધ કરી આરામ આપવો. ત્યારબાદ ગોડ કરી ભલામણ પ્રમાણે ખાતરો આપવા.
પપૈયા ચાલુ વાવેતરમાં જરૂરીયાત મુજબ ૪ થી ૫ દિવસે ડબલરીંગ કરી પાણી આપવું.
સફેદ માખી:
(પરિચય) સફેદ માખી ખૂબ નાની (૧–૨ mm) ઉડતી જીવાત છે. આ જીવાતના શરીર પર સફેદ મોમ જેવી પાવડર આવરી લેતી હોય છે. પાનની નીચેની બાજુએ ઈંડા મૂકે છે અને ત્યાંથી નાના પોપટિયા (nymphs) બહાર આવે છે. વધુ તાપમાન અને ભેજવાળા વિસ્તારોમાં આ જીવાત ઝડપથી ફેલાય છે. તેની પ્રજનન ક્ષમતા ખૂબ વધારે હોવાથી ઝડપી ફેલાવો થાય છે.
નુકસાનના લક્ષણોઃ
૧. પાન ચીપચીપાં બનવા લાગે છે — માખી મધરસ (honeydew) છોડે છે.
૨. આ મધરસ પર કાળી ફૂગ (sooty mold) ઉગે છે, જે પાનને કાળો બનાવી ફોટોસિન્થેસિસ ઘટાડે છે.
૩. ફળની ગુણવત્તા ઘટે છે અને વૃદ્ધિ ધીમી પડે છે.
૪. ગંભીર ઉપદ્રવમાં પાન સુકાઈ જાય છે અને આખું વૃક્ષ નબળું પડે છે.
જીવાતના ફેલાવાનું કારણઃ ઉષ્ણ અને ભેજવાળું વાતાવરણ, અતિરીક્ત ખાતર વપરાશ (ખાસ કરીને નાઈટ્રોજન), પાનની છટણીનો અભાવ,
પ્રાકૃતિક શત્રુઓનો અભાવ નિયંત્રણ ઉપાયોઃ
૧. સંયુક્ત જીવાત વ્યવસ્થાપન IPM બગીચામાં પવન ચાલે તેવો ખુલ્લો માહોલ રાખો. પીળા ચિપક પાંજરા (Yellow sticky traps) લગાવો સફેદ માખી આકર્ષવા માટે.
૨. જૈવિક નિયંત્રણ Encarsia guadeloupae (પરજીવી વાંદરો) છોડવો – આ સફેદ માખીના ઈંડામાં પરજીવી રૂપે રહી તેને નષ્ટ કરે છે.
Chrysoperla carnea (લેસવિંગ) તથા ladybird beetle પણ ઉપયોગી છે.
૩. રસાયણિક નિયંત્રણ (જરૂરી થાય ત્યારે જ) સ્પ્રે કરતા પહેલા હંમેશા સ્થાનિક કૃષિ અધિકારીની સલાહ લેવી.Pyriproxifane 10%+Bifenthrine 10% Neem દ્ગીદ્બ આધારિત બાયો-પેસ્ટિસાઇડ (Azadirachtin 1500 ppm અથવા ૩૦૦૦ ppm) – ૫૦૦ મિલી /૧૦૦૦ લીટર પાણી આ સ્પ્રે પાનની નીચેની બાજુએ ખાસ ધ્યાનથી છાંટવો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના દ્વારા વિકસિત કરાયેલા બે મહત્વપૂર્ણ બાયોપેસ્ટિસાઇડ્‌સ – ગીર સાવજ બ્યુવેરીયા અને ગીર સાવજ ટ્રાઈકોડર્માના પુનઃપ્રારંભની જાહેરાત કરવામાં આવી છે. ગીર સાવજ બ્યુવેરીયા પાકોમાં જોવા મળતા ચુસીયા અને ઈયળ પ્રકારની જીવાતો સામે અસરકારક છે. તેનું વેચાણ કીટકશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઉપલબ્ધ છે.