આણંદ જિલ્લો એટલે શ્વેત ક્રાંન્તીની પહેલ સાથે જાડાયેલો જિલ્લો છે. એક દિકરીના જન્મ પછી પિતાની ઈચ્છા ભણાવી ગણાવીને સારા વકીલ બનાવવાની વિદેશ મોકલવાની હતી. પરંતું માણસની સઘળી ઈચ્છાઓ ઈશ્વર પાસે મિથ્યા છે. આવું જ કંઈક બન્યું આણંદ જિલ્લાના અજરપૂરા ગામના મહિલા ગાયત્રીબેન રીતેશ કુમાર પટેલ સાથે, બી.કોમ. સુધીના અભ્યાસ છે. ગાયત્રી બહેન પોતાની સફળતાની વાત કરતા કહે છે. મારા લગ્ન પછી પરિવાર સાથે યાત્રાએ ચાલીને જતા હતા એ દરમ્યાન મારા સસરાને ગંભીર અકસ્માત નડ્યો અને નજર સામે અવસાન થયું. આ આઘાતમાંથી અમારો પરિવાર વર્ષો સુધી બહાર ન નીકળી શક્યો આ આઘાતમાંથી બહાર આવવા કંઈક કરવાની તમન્ના સાથે તબેલો કરવો એવો વિચાર કર્યો એટલે આસપાસનું જાણીતું વર્તુળ કહે તમે કદી પશુઓને નિરણ નાખવી, પાણી આપવું કે ખાણદાણ આપવું વાસીદુ કરવું આ કર્યું નથી આથી તમારૂં કામ નહીં, પણ હિંમ્મત હાર્યા વિના જગ્યા ભાડે રાખીને પ વાછરડીથી શરૂઆત કરી ૩૦ ગાયો અને જર્સી ગાયો સાથે ૮૦ ગાયો સુધી ડેરી ફાર્મ ઉભુ કર્યું અને દુધના વ્યવસાયમાં ખુબ સારી સફળતા મેળવી લીધી . ગયા વર્ષે નદીના પાણી તબેલામાં ગોઠણ સમા ઘુસી ગયા ત્યારબાદ ગાયો બીજા લોકોને આપી દીધી હવે ફરીથી આધુનિક ડેરી ફાર્મ બનવવાની તૈયારી ગાયત્રીબેન કરી રહ્યા છે. ગાયત્રીબેન કહે છે. અનુભવ જ પોતાનો સાચો ગુરૂ છે. જે ગુરૂ ક્યારેય ન બતાવે તે અનુભવ બતાવે છે. અજરપુરા ડેરીના ચેરમેન બન્યા બાદ પશુપાલકોનું હિત જાયું તેઓને મદદ કરતા થયા. ચાલુ વર્ષે પશુપાલકોને રપ ટકા બોનસ મળશે જે મોટી સિધ્ધી છે.
વ્યÂક્ત આત્મ નિર્ભર બનવા માટે પ્રયત્ન કરે છે. તો પશુઓને પણ આત્મ નિર્ભર બનાવવામાં આવે તો તેને સારો ખોરાક અને સાચવણી કરી શકાય. કોવીડના સમયમાં વિચાર આવ્યો કે પશુ દુધ આપે છે જ્યારે છાણમાંથી ગેસ બનાવવામાં આવે તો ઘરે ગેસના બાટલાનો ખર્ચ રહે નહીં. સ્તરી ખાતરમાં વપરાય, ઉપરાંત જીવામૃત, ઘન જીવામૃત બનાવી શકાય આ ઉપરાંત દેશી ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટે રામકૃષ્ણ ટ્રસ્ટ કુંકમા ખાતે ટ્રેનીંગ લઈને ધૂપબતી, વિવિધ મુર્તિઓ, શો-પીસ જેવી વસ્તુઓ અને પંચ ગવ્યની ટ્રેનીંગ થકી હેર ઓઈલ, ફેશપેક, દંત મંજન જેવી વસ્તુઓ બનાવીને દુધના વેચાણ કરતા આ વસ્તુમાંથી વધારે સારી કમાણી ગાયત્રીબેન કરી લે છે. મશરૂમ ફાર્મીંગ પણ શરૂ કર્યું છે. તેમા સફળતા નિષ્ફળતા વચ્ચે મશરૂમનો પાવડર, ખાખરા, થેપલા વિગેરેમાં મશરૂમનો ઉપયોગ કરીને વેલ્યુએડીશન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત ૩પ૦ બોક્સ સાથે મધમાખી પાલન પણ ગાયત્રીબેન કરી રહ્યા છે. આમ કોઈ એક ક્ષેત્રમાં બેસી રહેવા કરતા સમયનો સદઉપયોગ કરીને વિવિધ વ્યવસાયો સાથે મહેનત થકી જાડાઈ રહ્યા છે. ગાયત્રીબેન કહે છે. જા તમારે કોઈપણ ક્ષેત્રમાં સફળ થવું હશે તો પુરી ઈમાનદારી સાથે કામ કરવું પડશે. અનુભવથી જ તમારે શીખવું પડશે. બાકી કોઈ સિધ્ધી સફળતા મળતી નથી અને મળે તો ટકતી નથી. વિવિધ વસ્તુઓ બનાવ્યા બાદ અમદાવાદની એક સંસ્થાએ પ૦૦ કુંડાનો પ્રથમ ઓર્ડર આપ્યો એ દિવસો પણ ભૂલાતા નથી. ખરા અર્થમાં ઈમાનદારી સાથે સફળ થયેલા ગાયત્રીબેને અનેક એવોર્ડો પણ મેળવ્યા છે. ગાયત્રીબેનનો સંપર્ક નં. ૯૪ર૮પ ૬૪પ૦૯ છે.

:: તિખારો::
નાક ભલે નાનું હોય પણ એક વખત કપાય એટલે આબરૂનું પાણી એમ વિશ્વાસ શબ્દ ભલે નાનો હોય પણ વ્યÂક્ત ઉપરથી ભરોસો ઉડી ગયા પછી સંબધ સ્મશાનની રાખ સમા.