રંગોના ઉત્સવ ધુળેટીની સહુને આગોતરી શુભેચ્છા સાથે ગ્રામીણ જીવનના દરેક ધબકારામાં પ્રગતિના નવા રંગો ઉમેરાતા રહે તેવી અપેક્ષા.
૮૦ વર્ષથી વયે પણ ખોખરો અને પડકારો જેનો મોળો નથી તેવા પ્રગતિશીલ ખેડૂત શ્રી હસમુખભાઈ ગોવિંદભાઈ ડોબરીયા જુનાગઢ જિલ્લાના કેશોદ ગામમાં ખેડૂત છે. આજના સ્વાતંત્ર્ય રહેવાના રિવાજમાં પરિવારો ભાંગતા જાય છે. અને યુવા પેઢી હવે કહ્યામાં રહી નથી મોબાઇલ અને પશ્ચિમી સંસ્કૃતિએ ભારતીય સંયુક્ત પરિવાર પ્રથા ઉપર પ્રહાર કર્યો છે. ત્યારે હસમુખભાઈની ચાર પેઢી એક ભાણે જમે છે. સંયુક્ત પરિવારમાં રહે છે. આથી વિશેષ સુખ શું હોઈ શકે ?
હસમુખભાઈ ડોબરીયા પાસે પોતાની ૧૦ વીઘા જમીન છે. છેલ્લા ૨૩ વર્ષથી હજારો પોપટને બાજરીના ડુંડા અને મગફળીના દાણા ખવડાવે છે. જુન મહિનાથી ત્રણ સાડા ત્રણ મહિના પોપટને ખોરાક આપે છે. અંદાજે ૪,૦૦૦ થી ૬,૦૦૦ પોપટને ખોરાક પૂરો પાડે છે એક વખત ટૂંકા મનના માનવીને કેશોદ જૂન મહિના પછી જઈને જોવા જેવું કુદરતી દ્રશ્ય છે. પોતાની ૧૦ વીઘા જમીનમાં ઉત્પાદન લેતા નથી બાજરી વાવીને ડુંડા પોપટને ખવડાવે છે. ઉપરાંત બીજા ખેડૂતો પાસેથી ડુંડા વેચાતી લઈને ખવડાવે છે. આ છે હસમુખભાઈ નો પંખી પ્રેમ..
સમજાતું નથી ગામડાઓને કોની નજર લાગી છે. આજે ગામડાઓ ભાંગી રહ્યા છે. જગતનું પેટ ખોરાક વિના ભરાવાનું નથી કોઈ લેબોરેટરીમાં અનાજ ઉગવાનું નથી છતાં પણ ખેતી દેશનો વર્તમાન સમયમાં મુખ્ય વ્યવસાય બની શકતો નથી. અનેક જગ્યાએ રોજબરોજ નકલી દૂધ પકડાય છે. જો તમારે ચોખું દૂધ, માખણ, ઘી ખાવા હશે તો ખેડૂતો, માલધારી, પશુપાલકોને પ્રોત્સાહન આપવું પડશે. બાકી આજે પશુપાલન નહીવત હોવા છતાં દૂધ, દહીંની બનાવટો માંગો એટલી મળે છે. હવે વાંચકો વિચારજો આ આવે છે
ક્યાંથી ? સારું અને સ્વસ્થ જીવન જીવવા માટે જો પ્રજા હક્કથી શુદ્ધ, ચોખ્ખું અને પ્રાકૃતિક માંગી ના શકે ત્યાં સુધી બીમારીના ખાટલા જ હોય એમાં નવાઈ નથી.
હસમુખભાઈ ડોબરીયાએ આજથી ૨૯ વર્ષ પહેલા કોઠીબામાંથી કાચરી બનાવવાની શરૂઆત કરી હતી. લોકો હસતા હતા પણ હસમુખભાઈએ હિંમત હાર્યા વિના આ વ્યવસાયમાં આગળ વધ્યા આજે હસમુખભાઈ ૯ થી ૧૦ ખેડૂતોને રોજગારી આપી રહ્યા છે. આ ખેડૂત પાસે કોઠીબાનું વાવેતર કરાવે છે અને વીઘે હવામાન અનુસાર ૧૦૦ મણથી ૧૪૦૦ મણ કોઠીબા એક વીઘે મળે છે. જે એક મણના રૂ.૩૦૦ થી ૩પ૦ ના ભાવથી હસમુખભાઈ ખરીદી કરી લે છે. ત્યારબાદ કોઠીબાની સુખવણી કરી કાચરી બનાવે છે. એક મણ કોઠીબામાંથી બે કિલો કાચરી બને છે. ગોકુલ ગૃહ ઉદ્યોગના માધ્યમથી આ ખેડૂત પુત્ર અનેક બહેનોને સ્વરોજગારી પણ આપે છે.
કાચરીની સુકવણી બાદ તેનું ગ્રેડિંગ, શો‹ટગ અને બેસ્ટ પેકિંગ કરીને વેચાણ કરે છે. હસમુખભાઈ સગા વાલાઓ મારફતે હાલ દેશમાં તો વેચાણ કરે જ છે એ ઉપરાંત ૧૭ થી ૧૮ દેશોમાં વેચાણ કરે છે. વર્ષ દરમિયાન ૩,૫૦૦ થી ૪,૦૦૦ કિલો જેટલું વેચાણ થાય છે. ગ્રેડિંગમાં ૧-ર-૩ ગ્રેડ પાડે છે. જેમાં ભાવ કિલોનો રૂપિયા ૪૦૦ થી લઈને રૂ.૧,૦૦૦ સુધી વેચાણ કરે છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ખેડૂતો પાક મુલ્ય વર્ધન કરી શકે તે માટેની છે. તો તેના લાભ પણ લેવો જોઈએ. હસમુખભાઈ ડોબરીયાનો સંપર્ક નંબર ૯૮૨૫૭ ૪૭૦૨૫ છે.

: તિખારો :
આપણે જાણતા હોઈએ કે સામેની વ્યક્તિ આપણને છેતરી રહી છે. છતાં પણ છેતરાતા રહીએ આથી વિશેષ સંબંધમાં વફાદારી અને પરિપક્વતા બીજી કોઈ કદી ના હોઈ શકે, વિશ્વાસ એવો ઉભો કરો કે દાણા નાખવાનું તમે ભૂલી જાવ અને પંખી આંગણે આવીને ઊભું રહે તે વિશ્વાસ.