બગસરાના વતની અને સુરતના અગ્રણી ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ બિરલા હાલમાં ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં પૂજ્ય મોરારી બાપુ દ્વારા યોજિત ‘માનસ મેઘાણી’ રામકથાનું રસપાન કરવા બગસરા પધાર્યા હતા. આ પાવન અવસરે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તેમણે બગસરા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. ઇન્દુબેન ગીડાનું સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ભાવભર્યું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે ઇન્દુબેન ગીડા જેવી મહિલાઓ પોતાના ઘર અને પરિવારની જવાબદારીઓ સંભાળવાની સાથે પોલીસ ખાતા જેવી પડકારજનક ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. આ પ્રકારનું સન્માન અન્ય મહિલાઓ માટે પણ એક
ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે અને નારી શક્તિનો સાચો પરિચય આપે છે .





































