રાજુલા શહેરમાં જૂની અદાવતને લઈને પ્રૌઢ પર હુમલો કરાયો હતો. અગાઉ પોલીસમાં કરેલી અરજીનું મનદુઃખ રાખી દંપતીએ તેને આંતરી, ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. પીઠાભાઇ નથુભાઇ સાગઠીયા (ઉ.વ.૭૮)એ પરેશભાઇ કિશોરભાઇ ધાખડા તથા કાંતાબેન કિશોરભાઇ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે અગાઉ આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખીને બંને જણાએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતોઅને બિભત્સ ગાળો ભાંડી હતી. બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ આવેશમાં આવી તેમને જોરથી ધક્કો મારી જમીન પર પછાડી દીધા હતા. ત્યારબાદ બંનેએ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત ધમકીઓ આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.