જિલ્લામાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોની ગુમ થયેલ મિલકત શોધી પરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અમરેલી સીટી પોલીસે એક અરજદારનું ગુમ થયેલ મોટર સાઈકલ શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યું છે. ઘટનાની વિગત મુજબ, રાજકોટના રહેવાસી અરજદાર નંદકીશોરભાઇ પ્રતાપભાઇ કોટીલા ગત તા. ૧૦/૦૨/૨૦૨૬ ના રોજ અમરેલીના માણેકપરા વિસ્તારમાં આવ્યા હતા, જ્યાંથી તેમની હોન્ડા કંપનીની એક્ટિવા મોટર સાઈકલ ગુમ થઈ હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવતા સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમ અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી રૂ.૩૫,૦૦૦ની કિંમતનું એક્ટિવા શોધી કાઢવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પી.એસ.આઈ. આર.ડી. કુવાડીયા અને સીટી પોલીસ સર્વેલન્સ ટીમે જહેમત ઉઠાવી છે.









































