ભારતીય લક્ઝરી વોચ ઉદ્યોગમાં સુરતસ્થિત કંપની સીનર્જી એક્સ ટ્રેન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડે વર્લ્ડ રેકોડ્ર્સ ઈન્ડિયામાં સ્થાન મેળવી એક અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. કંપનીની બ્રાન્ડ સિલ્વીએ ભારતમાં પ્રથમવાર કસ્ટમર કો-ક્રિએશન પ્રોટો ટાઇપ પ્રોગ્રામ રજૂ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત નવી ઘડિયાળ સત્તાવાર રીતે લોન્ચ થાય તે પહેલાં તેના નમૂના ગ્રાહકોને ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગ્રાહકો આ ઘડિયાળનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી તેના લુક, કમ્ફર્ટ અને સ્થિરતા અંગે પોતાનો પ્રતિસાદ આપે છે. જેના આધારે કંપની ફાઈનલ પ્રોડક્ટ તૈયાર કરે છે. વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં ૪,૦૦,૦૦૦ થી વધુ ઘડિયાળોનું વેચાણ કરનાર સિલ્વી બ્રાન્ડની આ પહેલને વર્લ્ડ રેકોડ્ર્સ ઈન્ડિયા દ્વારા ૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સ્વીકારવામાં આવી છે. આ સફળતા મેક ઈન ઈન્ડિયા અભિયાનને વેગ આપવાની સાથે ગ્રાહકોના સંતોષને સર્વોપરી રાખવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કંપનીના કો-ફાઉન્ડર ક્રૃષ્ણા ઘેવરીયા તથા ઈશાન કુકડીયાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ સિલ્વીના માનવંતા ગ્રાહકોએ અમારા પર મૂકેલા અતૂટ વિશ્વાસનું પરિણામ છે. સાથે અમારી સમસ્ત ટીમના અથાગ પરિશ્રમ અને અતૂટ સમર્પણથી આ મુકામ હાંસલ કરી શક્યા છીએ.










































