વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાની સંભાવના છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર તેઓ ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત આવી શકે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સાણંદ ખાતે ઉભા થનારા સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેવાની શક્્યતા છે.
સાણંદમાં બની રહેલો આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ દેશના ટેકનોલોજી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપનું લોન્ચિંગ પણ કરી શકે છે, જેને “મેક ઇન ઇન્ડિયા ” અને “આત્મનિર્ભર ભારત” અભિયાન માટે ઐતિહાસિક પગલું ગણવામાં આવી રહ્યું છે.પીએમ મોદીના આ ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વિકાસલક્ષી કાર્યક્રમો યોજાવાની શક્યતા છે, જાકે કાર્યક્રમોની અંતિમ રૂપરેખા પીએમઓ દ્વારા નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસો દરમિયાન હંમેશા મોટા વિકાસકાર્યો અને મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત થતી રહી છે, જેના કારણે આ વખતના પ્રવાસને લઈને રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ભારે ઉત્સુકતા જાવા મળી રહી છે.










































