તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય તેમની ફિલ્મ “જાન નાયકન” ને લગતા વિવાદને કારણે છેલ્લા મહિનાથી હેડલાઇન્સમાં છે. આ ફિલ્મ મૂળ ૯ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ રિલીઝ થાય તે પહેલાં જ તે સર્ટિફિકેશન વિવાદમાં ફસાઈ ગઈ હતી, અને ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ નથી. થલાપતિ વિજયના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા, કારણ કે આ ફિલ્મ તેમની છેલ્લી ફિલ્મ હોવાની અફવા છે. આ ફિલ્મ રિલીઝ થયા પછી, અભિનેતા પોતાનો સંપૂર્ણ સમય રાજકારણમાં સમર્પિત કરવાની યોજના બનાવી રહ્યા છે. જાકે, રિલીઝ થાય તે પહેલાં જ ફિલ્મ સેન્સરશીપના મુદ્દાઓમાં ફસાઈ ગઈ હતી અને હજુ સુધી રિલીઝ થઈ નથી. દરમિયાન, “જાના નાયકન” ના નિર્માતાઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સામેની તેમની અરજી પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી છે.
“જાના નાયકન” ના નિર્માતાઓએ મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરેલી સીબીએફસી વિરુદ્ધની તેમની અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે, અને નિર્માતાઓના વકીલે હાઈકોર્ટ રજિસ્ટ્રીને આ બાબતની જાણ કરી છે. હવે એવું જાણવા મળ્યું છે કે મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે “જાના નાયકન” ના નિર્માતાઓને તેમની પાછલી અરજી પાછી ખેંચવાની પરવાનગી આપી છે. વિજયની સૌથી અપેક્ષિત ફિલ્મ માટે સેન્સર સર્ટિફિકેટ અંગે અઠવાડિયાની અનિશ્ચિતતા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જÂસ્ટસ પી.ટી. આશા સમક્ષ સુનાવણી દરમિયાન, “જન નાયકન” ના નિર્માતાઓએ કોર્ટને જાણ કરી કે તેઓ હવે સીબીએફસી રિવિઝન કમિટી દ્વારા આ મામલામાં આગળ વધશે. ફિલ્મને ફરીથી તપાસ માટે પાછી મોકલવામાં આવ્યા બાદ નિર્માતાઓના આ નિર્ણયને પ્રથમ સ્પષ્ટ પગલું માનવામાં આવી રહ્યું છે. જÂસ્ટસ પી.ટી. આશાની સિંગલ બેન્ચે મંગળવારે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે આ મામલે સુનાવણી હાથ ધરી હતી અને નિર્માતાઓને તેમનો પાછલો કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી હતી. હવે, અરજી પાછી ખેંચવાની કોર્ટની પરવાનગી મળ્યા પછી, નિર્માતાઓએ સીબીએફસીની લીલી ઝંડી માટે રાહ જાવી પડશે.