જાફરાબાદ તાલુકાના વઢેરા ગામનો ૧૯ વર્ષીય યુવાન પ્રવિણભાઇ સોમાતભાઇ વાઘેલા ગત તા.૦૪/૦૨/૨૦૨૬ના બપોરના સમયથી ગુમ થયો છે. વઢેરામાં વરૂડી માતાજીના મંદિર પાસે રહેતો આ યુવાન અભ્યાસ કરે છે.આ અંગેની જાણ યુવાનની પત્ની અનિતાબેન વાઘેલા દ્વારા જાફરાબાદ ટાઉન પોલીસ મથકે કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરવામાં આવી છે.










































