આજે કોઇપણ અખબાર હાથમાં લેશો તો સામે પહેલા જ કોઇને કોઇ પ્રકારના ફ્રોડના કિસ્સાના મોટા હેડિંગ વાંચવા મળશે. અખબારો, ન્યૂઝ ચેનલો, સોશિયમ મીડિયા રોજેરોજ અસંખ્ય કિસ્સાને પ્રકાશિત કરી મારી-તમારી સૌની જાગૃતિ માટે બનતા તમામ પ્રયાસ કરી છૂટે છે. તો સરકારી તંત્ર પણ મોટી મોટી જાહેરાતો અને સોશિયલ પ્લેટફોર્મથી જનતાને
જાગૃત કરવા કંઇ કેટલાય પ્રયાસ કરવાની સાથે જરૂરી મોબાઇલ કે હેલ્પલાઇન નંબરો પણ જણાવે છે. તેમ છતાં રોજેરોજ ફ્રોડના એટલા જ કિસ્સા બન્યા કરે છે. તો શું આપણે ફ્રોડ બાબતે સજાગ નથી? શું તંત્ર સજાગ નથી? ચૂક ક્યાં થાય છે? આપણને કંઇ સમજાતું નથી. તો વાત એમ છે કે, આપણને પોતાને જ ફ્રોડ વિશે પૂરતી ખબર કે સમજ નથી, એટલે આપણે તેનો શિકાર બનતા જઇએ છીએ. આજે જાણી લઇએ કે દેશ-દુનિયામાં કેટલી જાતના ફ્રોડ થાય છે? કયા ફ્રોડને શું કહે છે? આપણે આવા ફ્રોડને સમજૂતીપૂર્વક વાંચી લઇએ, એ પછી ઘરની મહિલાઓ અને બાળકોને પણ જણાવી-સમજાવી દઇએ..તો શક્ય છે કે, આપણે અને આપણો પરિવાર આવા ફ્રોડથી સત્વરે બચી શકીશું.!
(૫) લોન ફ્રોડ :
લોન શબ્દ સાંભળતાં જ બેંક યાદ આવે પણ અહીં તો તમારી લોન (નાણાં)ની જરૂરિયાતની ચોક્કસ માહિતી મેળવી તમારા ખિસ્સા અને બેંક બેલેન્સમાંથી લોન ફ્રોડ કરતા સાયબર ક્રિમિનલ કાર્યરત છે. તમારી બેંકની ઇન્કવાયરી અને ડેટા ગેરકાયદે હાથવગે કરી, તમારા મોબાઇલ ફોન પર બેંક અધિકારીની બનાવટી ઓળખ આપી લોનની લોભામણી લાલચ આપી તમને ફસાવવાનું છટકું ગોઠવે છે. આવા ફ્રોડમાં સામેવાળી વ્યક્તિ ભોગ બનનારને જુદી-જુદી બેંકમાંથી લોન આપવાના બહાને રજીસ્ટ્રેશન, પ્રોસેસ ફી, ટેક્સ, જીએસટીના ચાર્જ પેટે નાણાં મેળવી લોન નહી આપી ગુનાહિત પ્રવૃત્તિ કરે છે.
(૬) ઇન્શ્યોરન્સ ફ્રોડ :
જે પ્રકારે લોન ફ્રોડની ઘટના બને છે, તેવી જ મોડસ ઓપરેન્ડી સાથે ઇન્શ્યોરન્સ ફ્રોડ પણ સાયબર ક્રિમિનલનું હાથવગું હથિયાર છે. લાઇફ ઇન્શ્યોરન્સ કે હેલ્થ ઇન્શ્યોરન્સના બહાને બનાવટી વિમા અધિકારી/એજન્ટ બની સંપર્ક સાધ્યા બાદ નવા ઇન્શ્યોરન્સ કે વર્તમાન ઇન્શ્યોરન્સની સાચી-ખોટી માહિતી આપ-લે કરી ગુનાહિત કૃત્ય કરે છે. આવા સાયબર ક્રિમિનલ નકલી વીમા અધિકારી/એજન્ટ બની લોભામણી ઓફર, રીફંડ જેવી લાલચ આપી તમારો વિશ્વાસ કેળવી વીમાના હપ્તા પેટે કે સિક્યોરિટી ડિપોઝીટ પેટે સારૂં રીફંડ અપાવવાની લાલચે કે સસ્તી ઇન્શ્યોરન્સ યોજનાના બહાના હેઠળ વીમાધારક પાસેથી જુદા-જુદા ચાર્જ પેટે નાણાં મેળવી લઇ આર્થિક ફ્રોડ કરે છે.
(૭) કેમિકલ /બિયારણ સંબંધી સાયબર ક્રાઇમ :
આપણે માનીએ પણ નહીં એ રીતે કેમિકલ/બિયારણ જેવા મુદ્દે છેતરામણી થવા માંડી છે. આવા ફ્રોડ અંગે સામેની વ્યક્તિ ભોગ બનનારને ફેસબુક કે ઇમેલ દ્વારા તદ્દન ફેક આઇડીથી સંપર્ક કરી પહેલાં મિત્ર બનાવી, પોતે વિદેશમાં ઉચ્ચ હોદ્દા પર જોબ કરતા કે પ્રતિષ્ઠિત ડાકટર હોવાનું કહે છે. પોતે ભારતમાં કેન્સર જેવા ગંભીર રોગની દવામાં વપરાતા કેમિકલ તથા પશુની પ્રાણીજન્ય રસી બનાવવામાં ઉપયોગી સીડ્‌સના ધંધો કરતા હોવાનું કહી, કંપની માટે આવા કેમિકલ કે સીડ્‌સની જરૂર હોવાનું જણાવી, ભોગ બનનારને ઉંચા ભાવે કેમિકલ કે સીડ્‌સની ખરીદી કરાવી આયોજનપૂર્વક છેતરપિંડી કરી આર્થિક ગુનો આચરે છે. મોટા ભાગના કિસ્સામાં આવા અપરાધ માટે ચોક્કસ સામૂહિક ગેંગ જે આયોજનપૂર્વક છેતરપિંડી કરી ફ્રોડ આચરતા હોય છે.
(૮) ઓનલાઇન શોપિંગ ફ્રોડ :
આજકાલ ઓનલાઇન શોપિંગનો જમાનો છે. સોશિયલ મીડિયા કે જુદી-જુદી ઇ-કોમર્સ વેબસાઇટ પરથી જાતભાતની ચીજ-વસ્તુની ખરીદી વખતે સાઇબર ક્રિમિનલ તમારી સાથે આયોજનપૂર્વક છેતરપિંડી આચરે છે. સોશિયલ મીડિયા કે ઇ-કોમર્સ વેબસાઇટ પર લોભામણી લાલચ આપતી જાહેરાત મૂકી યેનકેન પ્રકારે ઓનલાઇન નાણાં મેળવી વસ્તુની ડિલિવરી નહીં આપી કે ખોટી-હલકી-બનાવટી વસ્તુ ડિલિવરી કરી આર્થિક નુકસાન પહોંચાડે છે.
(૯) ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ :
તમે સાંભળ્યું પણ નહીં હોય કે, મોબાઇલના ટાવર ઇન્સ્ટોલ કરવાની ખોટી માહિતી ફેલાવીને પણ આર્થિક અપરાધ થાય છે. સોશિયલ મીડિયા, વેબસાઇટ કે અખબારમાં મોબાઇલ ટાવર ઇન્સ્ટોલિંગની ખોટી માહિતી આપે છે. દર મહિને મોટાં વળતરની લાલચે તમારો સંપર્ક સાધી ટાવર ઇન્સ્ટોલેશન માટે રજીસ્ટ્રેશન ફી એડવાન્સ ડિપોઝિટનાં બહાનાં હેઠળ મોટી રકમ મેળવી લઇ વિશ્વાસઘાત કરે છે.
(૧૦) લોટરી/ઇનામ ફ્રોડ ઃ
“લોટરી તો નસીબમાં હોય તેને જ ફળે” આ કહેવતનો વધુમાં વધુ ગેરફાયદો ઉઠાવવા સાઇબર ક્રિમિનલ શિકારની શોધમાં જ હોય છે. લોકોને ફોન, ઇમેલ કે જીસ્જીથી સંપર્ક કરી, તમને લોટરી-ઇનામ લાગ્યું છે તેવી લાલચ આપી છેતરપિંડી આચરે છે. તમારૂં નામ કોઈ યોજના હેઠળ ઇનામ માટે સિલેક્ટ થયું છે તેવું જણાવી ઇનામ આપવાના બહાને જુદા-જુદા ચાર્જ પેટે નાણાં પડાવી લોટરી કે ઇનામની કોઇ વસ્તુ નહી આપી ગુનો આચરે
આભાર – નિહારીકા રવિયા છે. ઘણીવાર નાગારિકોને નકલી ઓળખ આપી દેશ વિદેશમાંથી ઇનામ કે રોકડ મોકલવા કે ફંડ ટ્રાન્સફર કરવાનું જણાવ્યા બાદ એરપોર્ટ કે કસ્ટમ ઓફિસરના ખોટા નામે ફોન કરી પ્રોસેસિંગ ચાર્જ કે ખોટા ગુનામાં સંડાયાનો ડર બતાવી મોટી રકમ પડાવે છે.
(૧૧) ઈ-મેઇલ હેકિંગ :
આજે દરેક વ્યક્તિ માટે ઈ-મેઈલ આઈડી મહત્વની જરૂરિયાત છે. કોઈ અજાણી વ્યક્તિ ફિશિંગ લિંક કે કોઈ યુક્તિથી ભોગ બનનારનો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ યેનકેન પ્રકારે મેળવી લઇ તેના ઈ-મેઈલથી બેંકની માહિતી મેળવી આર્થિક નુકસાનનો પ્રયાસ કરે છે. ઘણા કિસ્સામાં અજાણી વ્યક્તિ કોઈ બનાવટી ઈ-મેઈલ આઈડી બનાવી, હેરાનગતિ કરવા ઈ-મેઈલથી ધમકી આપી માનસિક હેરાન કરે છે. જેથી તે વ્યક્તિ માનસિક ત્રાસ અનુભવે, જે એક ગુનાહિત પ્રવૃત્તિ છે.