એલ.સી.બી. પોલીસે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા પોલીસ સ્ટેશનના રાયટીંગ અને મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને કોડીનારમાંથી ઝડપી પાડ્‌યો છે. પકડાયેલ આરોપીનું નામ મોસીન ઉર્ફે તાવડે સબીરભાઈ મન્સૂરી છે. એલ.સી.બી.ના કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ ગોહિલ, પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ ઉદયસિંહ સોલંકી તથા કોન્સ્ટેબલ ઈમ્તિયાઝભાઈ ઓઠાને હ્યુમન સોર્સિસના આધારે બાતમી મળી હતી કે આરોપી કોડીનારમાં પોતાના ઘરે છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એસ.પી. રાજપૂત, પી.એસ.આઈ. એ.સી. સિંઘવ તથા પી.એસ.આઈ. એચ.એલ. જેબલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.