અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજૂરી ગામે વાડાના ભાગ પાડવા જેવી પારિવારિક બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂના મનદુઃખમાં એક શખ્સે તેના સાથીદારોને બોલાવી દંપતી પર હુમલો કરી, મહિલાને ઢસડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. લલિતભાઇ કરમશીભાઇ સરસૈયા (ઉ.વ.૨૯) એ તેમના ગામના શોભનાબેન જીકાભાઇ સરસૈયા તથા જેતલસર ગામના ગોવિંદભાઇ સવાભાઇ વરૂ, રાહુલ ખીમજીભાઇ વરૂ, ગોપાલભાઇ ખીમજીભાઇ વરૂ અને ઇલાબેન જીકાભાઇ વરૂ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને ઘરથી બહાર બોલાવી વાડામાં ભાગ આપવા બાબતે મનદુઃખ રાખી ગાળો આપી હતી. ઢીકાપાટુનો આડધડ માર માર્યો હતો. તેમને તથા તેના પત્નીને ગાળો આપી હતી અને તેના પત્નીને ઢસડી બધાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.એમ. કાછેલા વધુ તપાસ કરી રહ્યા છે.