ભોજલધામ ફતેપુર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગે પ્રારંભ થયો છે. સવારે મોરારીબાપુના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં ત્રણ દિવસ શાસ્ત્રોક વિધિથી યજ્ઞનું પણ આયોજન કરાયું છે. સવારે મૂર્તિઓના સામૈયા પણ કરવામાં આવ્યા હતા. મહોત્સવના પ્રથમ દિવસે સતાધારથી વિજયબાપુ, ચલાલાથી વલકુબાપુ, ખોડલધામ નેસડીથી લવજીબાપુ, બગસરાથી જેરામબાપુ સહિતના સંતો-મહંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. બપોરના ભોજન પ્રસાદ બાદ ધર્મ સભા અને રામલીલા નાટક બાદ સાંજના લાઈટ અને સાઉન્ડ શો બાદ ભજન સંતવાણીનું આયોજન થયું હતું. પ્રથમ દિવસ દરમિયાન વિશાળ સંખ્યામાં ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો.






































