અમદાવાદ એએમટીએસનું વર્ષ ૨૦૨૬-૨૭ નું બજેટ રજૂ કરાયું હતું. સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ દ્વારા ડ્રાફ્ટ બજેટમાં રૂ. ૨૦ કરોડનો વધારો કરાયો હતો. સુધારા સાથે રૂ. ૧૦૧૧ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ બજેટ રૂ. ૯૯૧ કરોડનું મુકાયું હતું. શાસક પક્ષ દ્વારા બજેટમા સુધારા કરાયા હતા.
અમદાવાદ એએમટીએસ કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, બજેટમાં સુધારા સાથે અનેક યોજના મુકવામાં આવી છે. ૧૫ માં નાણાં પંચમાંથી ૯ કરોડની ગ્રાન્ટ મેળવી નવી ૪ ઈલેÂક્ટ્રક બસો દોડાવવામાં આવશે. દરેક ઝોનમાં ૫ ટ્રી બસ, શેલ્ટર રૂ. ૨ કરોડના ખર્ચે ઉભા કરવામાં આવશે. રૂ. ૨૦ લાખના ખર્ચે એએમટીએસ સ્ટાફ માટે ટ્રેનિગ પ્રોગ્રામ કરવામાં આવશે. જમાલપુર ડીપો ખાતે જૂની બિલ્ડીંગ  રૂ. ૩ કરોડના ખર્ચે નવીનીકરણ થશે. ૭૦ બસોમાં ઈન કેબિન એર પ્યોરિફિકેશન સિસ્ટમ મુકવામાં આવશે.
આ ઉપરાંત સુરત મનપાના ઈતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. વર્ષ ૨૦૨૬-૨૭ નું કુલ ડ્રાફ્ટ બજેટ ૧૦૫૯૩ કરોડનું રજૂ કરાયું હતું. કોઈપણ પ્રકારના દરના વધારા વિનાનું બજેટ બનાવ્યું છે. અંદાજિત રૂ. ૨૫૭ કરોડનું રેવન્યું સરપ્લનસ ધરાવતું બજેટ રજૂ કરાયું હતું.
સુરત મ્યુનિસિપલ કમિશ્નર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના દરમાં સામાન્ય વેરામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. યુઝર ચાર્જીસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સુરત ગ્રીન વ્હીકલ પોલીસી અંતર્ગત ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીસમાં રાહત આપી છે. ઈલેક્ટ્રીક વાહનો માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં ૧૦૦ ટકા રાહત આપવામાં આવી છે. જેમાં તા. ૧૮-૯-૨૦૨૫ થી ૧૭-૯-૨૦૨૬ સુધી ૧૦૦ ટકા રાહત આપવામાં આવી છે. જ્યારે ૧૮-૯-૨૦૨૬ થી ૧૭-૯-૨૦૨૭ સુધી ૭૫ ટકા ની રાહત આપવામાં આવી છે.