સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ ને અનુલક્ષીને એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભોપાલથી પધારેલા Associate Professor અને H.O.D., DESSH RTE-NCTE ડા. સુરેશભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં સોમનાથ બી.એડ્‌. કોલેજ તેમજ સોમનાથ ડી.એલ.એડ્‌. (પી.ટી.સી) કોલેજના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ડા. મકવાણાએ તાલીમાર્થીઓને કેળવણીની તાલીમ અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ ભારતીય સંસ્કૃતિ, કલા, સાહિત્ય અને આધુનિક ટેકનોલોજી અંગે જાણકારી આપી હતી. તેમણે નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત કેળવણી દ્વારા બાળકનું ઘડતર કેવી રીતે કરવું તે અંગે વિગતવાર માહિતી આપી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ૐ.ર્ં.ડ્ઢ. રણજીતભાઈ દાહીમા, સનીભાઈ સોલંકી, કુશાલભાઈ સોલંકી અને બી.એડ્‌. કોલેજના પ્રિન્સિપાલ કલ્પનાબેન ડોડીયા સહિતના સ્ટાફગણે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.