ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને ચલાલા–ખાંભા રોડ, જીઓ પેટ્રોલ પંપની સામે, ખાંભા મુકામે યોજાનાર છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પ્રજાસત્તાક પર્વ પૂર્વે સમગ્ર આયોજનની આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રોટોકોલ અનુસાર સમગ્ર કાર્યક્રમનું ક્રમશઃ રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પોલીસ જવાનો દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી. સાથે દેશભક્તિ, શૌર્ય અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક
કૃતિઓની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા આરોગ્ય,
પ્રાકૃતિક ખેતી સહિતના વિષયોની ઝાંખી રજૂ કરવામાં આવશે. ભારતની એકતા અને લોકશાહી મૂલ્યોને ઉજાગર કરતો આ કાર્યક્રમ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સંદેશને વધુ મજબૂત બનાવશે.










































