અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે કાર્યરત ઇનોવેશન ક્લબ અંતર્ગત સારથી એક્ટિવિટીઝ અન્વયે ૧૫ જાન્યુઆરીથી કમ્પ્યુટર કોડિંગ કોર્સનો પ્રારંભ થયો છે. આ તકે કોર્સના મેન્ટર નિલેશભાઈ પારઘીનું
ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા મેમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કોર્સ અંતર્ગત વિદ્યાર્થીઓનેHTML, JAVASCRIPT, CSS અને BLOG WRITING શિખવવામાં આવશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને તાલીમ માટે બી.સી.એ.ના આસિસ્ટન્ટ પ્રોફેસર નિલેશભાઈ પારઘી ઉપસ્થિત રહેશે. આ કોર્સમાં કોલેજમાં અભ્યાસ કરતા બી.કોમ. અને બી.બી.એ.ના ૪૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કોર્સ ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી કુલ ૧૫ દિવસ દરરોજના બે કલાક લેખે કુલ ૩૦ કલાક માટે ચાલશે. કોર્સના અંતે પરીક્ષા લેવાશે અને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.