અમરેલી શહેરમાં રેડિયન્ટ સોલાર સોલ્યુશન્સની નવી ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન રાજયના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તેમજ અન્ય મહાનુભાવોના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિતો, ગ્રાહકો અને સોલાર ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “હર ઘર સોલાર”ના સંકલ્પ તથા સૂર્ય ઘર યોજનાને સાકાર કરવા માટે રેડિયન્ટ સોલાર સોલ્યુશન્સ દ્વારા અમરેલી જિલ્લા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો સુધી સોલાર ઇન્સ્ટોલેશનની સુવિધા પહોંચાડવાનો સંકલ્પ લેવાયો છે. કંપની દ્વારા ગ્રાહકોને સરળ અને પારદર્શક ડોક્યુમેન્ટ પ્રક્રિયા, સરકારી સબસિડીનો સંપૂર્ણ લાભ, ૧૦૦ ટકા લોન સુવિધા સાથે સોલાર ઇન્સ્ટોલેશન અને વધુમાં વધુ વીજ બચત થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ તકે મેહુલ ધોરાજીયા,
પી.પી. સોજીત્રા, ડો. જી.જે. ગજેરા, વિજય ચોટલીયા, લાલજીભાઈ રામાણી, બીરજુભાઈ અટારા, નિલેષભાઈ ધાધલ, ડો.ભરતભાઈ પાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









































