ધારીમાં ભણવામાં ખૂબ જ તેજસ્વી અને હોશિયાર એવા એક વિદ્યાર્થીએ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે આગળ અભ્યાસ નહીં કરી શકે તેવા ડર અને આઘાતમાં આવી જઈ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સંજયભાઇ રમેશભાઇ ચાવડા (ઉ.વ.૩૮) એ જાહેર કર્યા મુજબ, યશ સંજયભાઇ ચાવડા (ઉ.વ.૧૭) મૃતક વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેને આગળ કોઈ સારી સ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે, સારી સ્કૂલની ફી અને ભણવાનો ખર્ચ પરવડી શકે તેમ ન હતો. પોતે ઈચ્છવા છતાં આગળ સારું શિક્ષણ નહીં મેળવી શકે તે વાતનું તેને મનમાં ઊંડું લાગી આવ્યું હતું. આર્થિક સંકડામણને કારણે ભવિષ્ય ધૂંધળું દેખાતા આ માસૂમ વિદ્યાર્થી સતત માનસિક તણાવમાં સરી પડ્યો હતો. તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.






































