શ્રી મોગલ માઁ માનવસેવા ટ્રસ્ટ ચલાલા-સુરત દ્વારા ચલાલા ખાતે જિલ્લાના આમંત્રિત પત્રકાર મિત્રોનો ભવ્ય સન્માન સમારોહ તારીખ ૯, નવેમ્બર રવિવારના રોજ સાંજે પાંચ કલાકે યોજાશે. આ સમારોહનું આયોજન ધારી રોડ પર આવેલ જુના સાંઈ મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું છે. અધ્યક્ષ સ્થાને રાજ્યના કાયદા, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ અને સંસદીય બાબતના રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઇ વેકરીયા રહેશે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા, હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી અને સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ટ્રસ્ટ છેલ્લા ૧૫-૧૭ વર્ષથી સમૂહલગ્ન, ભૂખ્યાને ભોજન, રાશન કીટ વિતરણ, ગાયોને ઘાસચારો અને સરકારી શાળામાં ચોપડા વિતરણ જેવી અનેકવિધ સેવાકીય
પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા જિલ્લાભરના શ્રેષ્ઠ પત્રકારોને નિમંત્રણ આપી સન્માનિત કરવામાં આવશે.









































