વડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૪ વર્ષની અભ્યાસ કરતી તરૂણીને ખેડા જિલ્લાના ગળથેશ્વર ગામે રહેતો આરોપી દોઢ વર્ષ પહેલાં લલચાવી ફોસલાવી અને બદકામ કરવા ઇરાદે મોટરસાયકલમાં બેસાડી ભગાડી લઇ ગયાની જે તે સમયે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગેનો કેસ અમરેલીના સ્પેશિયલ પોક્સો કોર્ટ અને ચોથા એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલ અને પુરાવાને કોર્ટે માન્ય રાખી સ્પે.જજ દ્વારા આરોપીને અલગ અલગ ગુનામાં ૨૦ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૫,૦૦૦ ના દંડની સજાનો હુકમ કર્યો હતો. આ બનાવમાં વડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક ૧૪ વર્ષની અભ્યાસ કરતી તરૂણીને ખેડા જિલ્લાના ગળથેશ્વર ગામે રહેતો આરોપી અશ્વીન ઉર્ફે રાજેશ રમેશભાઈ માચ્છી ગત તા.૯/૪/૨૪ ના રોજ બપોરના ૩ વાગ્યાના સમયે પોતાના હવાલાવાળા મોટરસાયકલ ઉપર તરૂણીને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે વાલીપણામાંથી ભગાડી લઇ ગયેલ તે અંગે જે તે સમયે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.









































