રાજુલા તાલુકાના વાવેરા ગામમાં વહેલી સવારે બે સિંહો ઘૂસી આવ્યા હતા. શિકારની શોધમાં આવેલા આ સિંહો ગામની બજારમાં લટાર મારી રહ્યા હતા. તેમજ પશુઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પશુના ટોળાએ આ સિંહોને ભગાડ્યા હતા. આ સમગ્ર ઘટના ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.









































